હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આટલી બાબતોનુ અચુક ધ્યાન રાખવુ. શુ કરવુ ? શુ ન કરવુ ?
હોમ આઇસોલેશન માટે માર્ગદર્શિકા 

કોવિડ -19 ના હળવા લક્ષણો / લક્ષણો ન ધરાવતા દર્દીઓ માટે દર્દીઓ માટે સૂચનાઓ 

- માસ્કનો 8 કલાક પછી અથવા તે પહેલાં જો ભીનું થાય અથવા દેખીતી રીતે ગંદુ થાય તો તેનો નિકાલ કરવો 

- દર્દીએ અવશ્યપણે અલાયદા ઓરડામાં રહેવું તેમજ ઘરમાં અન્ય લોકોથી અલગ રહેવું , ખાસ કરીને ઘરમાં વૃદ્ધો અને સહ - બીમારી ધરાવતા લોકોથી દૂર રહેવું 


- દર્દીને સારા હવા - ઉજાસવાળા ઓરડામાં રાખવા જ્યાં સામસામે વેન્ટિલેશન અને બારીની સુવિધા હોય , તેમજ ઓરડામાં ચોખ્ખી હવાની અવરજવર થાય તે માટે તેને ખુલ્લા રાખવા 

- દર્દીએ હંમેશા ત્રણ સ્તરવાળું મેડિકલ માસ્ક પહેરેલું રાખવું 


- માસ્કને 1 % સોડિયમ હાઇપોક્લોરાઇટથી જંતુમુક્ત કર્યા પછી જ તેનો નિકાલ કરવો 


- જો કૅર - ગીવર રૂમમાં પ્રવેશે તો , કૅર - ગીવર અને દર્દી બંનેએ N - 95 માસ્કનો ઉપયોગ કરવો જોઇએ- દર્દીએ અવશ્ય પૂરતો આરામ કરવો અને શરીરમાં પૂરતું હાઇડ્રેશન જાળવી રાખવા વિપુલ પ્રમાણમાં પ્રવાહી લેવું 


- હંમેશા શ્વસન સંબંધિત શિષ્ટાચારનું પાલન કરવું 


- વારંવાર સાબુ અને પાણીથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરથી સાફ કરવા 


- વ્યક્તિગત ચીજવસ્તુ પરિવારમાં અન્ય કોઇ વ્યક્તિઓ સાથે શેર કરવી નહીં 


- વારંવાર સ્પર્શ થતી સપાટીઓ 1 % હાઇપોક્લોરાઇટ દ્રાવણથી સાફ કરવી 


- પલ્સ ઓક્સિમીટરની મદદથી લોહીમાં ઓક્સિજનની તૃપ્તતાનું મોનિટરિંગ જાતે કરવાની સલાહ આપવામાં આવે છે 


- દર્દી દૈનિક ધોરણે પોતાના શરીરનું તાપમાન માપીને તેના / તેણીના આરોગ્ય પર જાતે દેખરેખ રાખશે અને જો નીચે દર્શાવેલા લક્ષણોમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગે તો તુરંત જાણ કરશે
https://www.anjonews.com/2021/05/covid-19-home-info.html

https://www.anjonews.com/2021/05/covid-19-home-info.html

https://www.anjonews.com/2021/05/covid-19-home-info.html
હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન આટલી બાબતોનુ અચુક ધ્યાન રાખવુ. શુ કરવુ ? શુ ન કરવુ ?