ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત
સૌપ્રથમ આપણા લાવેલા ઘઉંને જોઈ લેવા કે તેમાં કોઈ કાંકરા કે કચરો ના હોય કોઈ ધૂળ કચરો નથી ચેક કરી લેવું જોઈએ જો ખેતરમાંથી ડાયરેક્ટ લાવેલા હોય તો  તો સૌપ્રથમ તેને ચોખ્ખા કરી લેવા અને બજારમાંથી મશીન ક્લીન  લાવેલ હોય તો પણ તેને ચાળી લેવા કે જોઈ લેવા તમામ ઘઉં ચોખા કરી લેવા જોઈએ


ઘઉંને મોટા ચાળણાથી ચાળી લેવા જોઈએ કારણ કે તેમાં જે રજકણો ધૂળ કે નાની જીવાત હોય કે નાનું કંઈપણ હોય તો જે ચળાઈ જાય અને ઘઉં ચોખ્ખા થઈ જાયજો તમે ચોખ્ખા ઘઉં ખરીદેલા હોય તો પણ તેનો કાળો દાણો ઘઉંનો અડધો દાણો લીલા કલર નો દાણો કે માટીની કાંકરી કે જઉ આવતા હોય છે માટે તેને વ્યવસ્થિત ચાળી અને વીણવા જરૂરી છેઘઉં એક વર્ષ સુધી સાચવવાનાં હોય છે અને જો તમે દવા વગર કુદરતી રીતે સાચવવા માગતા હોય અને એક વર્ષ સુધી તેનો સારી રીતે ઉપયોગ કરવો હોય તો  સૌપ્રથમ ચોખ્ખા થઈ જાય સરસ રીતે વિણાય જાય ત્યારબાદ તેને દેવેલ થી માવાના હોય છે


ઘઉં એક વર્ષ સુધી સાચવવાનાં હોય છે અને જો તમે દવા વગર કુદરતી રીતે સાચવવા માગતા હોય અને એક વર્ષ સુધી તેનો સારી રીતે ઉપયોગ કરવો હોય તો  સૌપ્રથમ ચોખ્ખા થઈ જાય સરસ રીતે વિણાય જાય ત્યારબાદ તેને દેવેલ થી માવાના હોય છે


શું તમારા સાચવી રાખેલા ઘઉં બગડી જાય છે ? તો અપનાવો આ રીત


ઘઉં સાચવવાની રીત

ઘઉંને કુદરતી રીતે વગર દવા એ સાચવવાની રીત નીચે મુજબ છે 

સો કિલો ગ્રામ ઘઉં હોય તો એક લીટર દિવેલ નો ઉપયોગ કરવો જોઈએ. દિવેલ ને એરંડીયુ પણ કહે છે ચોખ્ખા દિવેલને ખરીદી લાવ્યા બાદ સૌપ્રથમ ગરમ કરવાનું હોય છે ગરમ કરવાથી દિવેલ જાડું હોય છે તે પાતળુ બનતુ હોય છે અને સરળતાથી ભળી જતું હોય છે દિવેલ ને ગરમ કરી હોય પછી તેને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું છે

કડવો લીમડો હોય તેના પત્તા સૂકવીને તેનો પાઉડર બનાવી તેની ચોખ્ખા કાપડમા ૧૦ જેટલી પોટલી બનાવી ને તૈયાર રાખવાની હોય છે હવે ઘઉંને મોટા વાસણમાં લઈ તેમાં દિવેલ ઉમેરી ધીરે ધીરે તેને મસળવાનું હોય છે એટલે કે ઘઉંની મોઇ દેવાના હોય છે દિવેલમાં મોયેલા ઘઉં ને ચોખ્ખા પીપડા માં ભરતા જાવ અને 10 કિલો વજન જેટલા ઘઉં થાય એટલે એક કડવા લીમડાની પોટલી મુકતા જાવ આ રીતે આખુ પીપડુ ભરી લેવું


https://www.anjonews.com/2021/05/ghanu-sachavava-ni-rit.html

ઘઉં સડી ન જાય ઘઉંમાં કોઈ જીવાત ન પડી જાય તેના માટેની કુદરતી સાચવવા ની રીત