ધોરણ  10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટ ઑનલાઇન મેળવવા માટે સમજ.


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા  1952 થી અત્યાર સુધીની ધોરણ  10 ની અને 1976 થી અત્યાર સુધીની ધોરણ-12 ની માર્કશીટ ઓનલાઈન મૂકવામા આવી છે.


માત્ર  રૂ. 50 ઓનલાઈન ફી ભરી  ડુપ્લીકેટ માર્કશીટ કઢાવી શકસો - જે પોસ્ટ દ્વારા ઘરે આવશે.અખબાર યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે . જેમાં ધોરણ -૧૦ નો વર્ષ ૧૯૫૨ થી વર્ષ -૨૦૧૯ અને ધોરણ -૧૨ નો વર્ષ -૧૯૭૮ થી વર્ષ -૨૦૧૯ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે . બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ -૧૦ / ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટાપ્રમાણપત્ર , ધોરણ ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા , જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું , ગુજરાતના જુદા - જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ -૧૦ / ૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ ( પાંચ કરોડ જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે . આ રેકર્ડ ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રોની online પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી , ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા .૧૭ / ૦૨ / ૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું . હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટાપ્રમાણપત્ર , માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે , જેથી તેમના સમય અને નાણાંની બચત થશે . ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર student online student services માં જઇ એપ્લીકેશન કરવાની રહેશે , જેમાં ડુપ્લીકેટ માર્કશીટાપ્રમાણપત્રની ફી ૫૦- રૂ . માઇગ્રેશન ફી ૧૦૦ / - રૂ | .તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી ૨૦૦ / - રહેશે . દરેકનો સ્પીડ - પોસ્ટનો ચાર્જ ૫૦ / - રૂ . રહેશે , જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે .https://www.anjonews.com/2021/05/std-10-12-duplicate-marksheet.htmlધોરણ  10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટ ઑનલાઇન મેળવવા માટે સમજ.