વજન ઘટાડવા માટે તમારે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ તેની ટીપ્સ


દરેક વ્યક્તિ પોતાના ખોરાકમાં જે જે વસ્તુઓનું સેવન કરે છે એટલે કે જે વસ્તુ ખાય છે તેની સિધી જ અસર શરીરની સાથે સાથે મગજ ઉપર પણ કરે છે અને પોતાના જીવન પર તેની અસર થતી હોય છે એટલા માટે ખોરાકની પસંદગી ખુબ જરૂરી છે એવું નથી કે વજન ઉતારવા માટે ડાયટ જ કરવું પડે પણ આપણા ખોરાક એવા પસંદ કરવા કે તેનાથી ફિટ રહેવા થાય અને આપણું શરીર યોગ્ય માત્રામાં અને વજન વધે નહીં તે ખૂબ જ અગત્યની બાબત છેતમને આજે વજન ઉતારવાની ટિપ્સ આપવામાં આવશે કેવા ખોરાક ખાવા જોઈએ અથવા તો કેવા ખોરાક ના ખાવા જોઈએ તે બાબત ખાસ ધ્યાન રાખવાથી આપણે વજન પર કાબુ મેળવી શકતા હોઈએ છીએ આજે તમને આ પોસ્ટમાં તેની સંપૂર્ણ માહિતી  ટૂંકામાં આપવામાં આવશે


- હંમેશા દરેક વ્યક્તિ એ ઉઠતાની સાથે જ નરણા કોઠે હુંફાળું પાણી પીવું જોઇએ તેનાથી વજન વધવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે અને શરીર તંદુરસ્ત રહે છે પાણીના ઘણા બધા ફાયદા છે તે આપણે અલગ પોસ્ટમાં જાણીશું 


-  અમુક વ્યક્તિઓને સવારે ઊઠતાની સાથે જ ફક્ત એકલી ચા પીવાની ટેવ હોય છે ખરેખર  ચા કે કોફી પીવી જોઈએ નહીં હળવો નાસ્તો જ કરવો જોઈએ ચા કે કોફી પીવા નહીં આ વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ નાસ્તો કરવાની છૂટ છે અને હા ખાસ બાબત અગત્યની અને સૌથી મહત્વની બાબત એ છે કે ઉઠતાની સાથે જ પંદર જ મિનિટમાં ખોરાક લેવો જરૂરી છે ઘણા વ્યક્તિઓને મોડે બે-ત્રણ કલાક સુધી કંઈ પણ ખાવાનું જ નહીં તેવી ટેવ હોય છે કેમ કે તે છાપુ કે ને કોઈ વસ્તુમાં રચ્યાપચ્યા રહેતા હોય છે માટે સવારે ઊઠતાની સાથે જ ખોરાક લેવાનું ભૂલી જતા હોય છે પણ આ બાબત ખાસ ધ્યાન રાખવાની સવારે  શકાય ચા કોફી લેવી નહીં 

- સવારનો સમય શરીરની ફિટ રાખવા માટે સૌથી મહત્વનો સમય છે શરીરમાં તેઓ ખોરાક ખાવો જોઈએ કે જે શરીરનું વજન ઊતરતું હોય તેના માટે સૌથી પહેલી પસંદગી કે સવારે શરીર માટે સૌથી ઉપયોગી ફળ છે માટે તમારે જુદા જુદા ફળો ખાવા જોઈએ તે સિવાય કાચી વસ્તુ ખાઈ શકાય છે સવારનો સમય વજન ઓછું કરવા માટે સૌથી મહત્વની ભૂમિકા ભજવતો હોવાથી આપણે લાંબા સમય સુધી ભૂખ ના લાગે ને પેટ ભરાયેલું રહે તે માટે તો ખાસ મોસંબીનો રસ અથવા જુદા જુદા ફળ અથવા તો નારિયેળનું પાણી અથવા તો તમે કોઈ ઘરના પોતાના બનેલા શરબત હોય તેવા શરબત પણ પી શકો છો અને ખાસ યાદ રાખવું કે તે સમયે ચા કે કોફી લેવા નહીં 


- અમુક મિત્રોને ફળ ભાવતા નથી અથવા તો જ્યુસ લેવાની ટેવ હોતી નથી તેમને ગરમા ગરમ નાસ્તા ની જરૂર પડતી હોય છે તો તેવા તમામ મિત્રો સવારના નાસ્તામાં ઈડલી ગરમા-ગરમ પરોઠા એવો નાસ્તો બનાવી લઈ શકે છે 


- બપોરનું ભોજન દરરોજ નિયમિત સમય જ લેવું જોઈએ થોડો સમય ફેરફાર થાય તો ચાલે પણ ક્યારેક સવારમાં 11 વાગ્યે જમી લેતા હોય અને ક્યારેક બપોરે એક વાગ્યે જમવું તો ઘણો બધો ફેર પડી જતો હોય છે માટે દરરોજ બપોરે જમવાનો સમય બપોરના ૧૨ વાગ્યાની આસપાસ જ રાખવો 


- જો તમે ખરેખર જ વજન ઉતારવા માંગતા હોય તો બપોર નું ભોજન લેવામાં બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે બપોરના ભોજનમાં લીલા શાકભાજીનો જ ઉપયોગ કરવો જોઈએ  ઉનાળામાં જુવાર તથા રાગીનુ નું સેવન કરવું જરૂરી છે 


- દરેક વ્યક્તિને સાંજે નાસ્તો કરવાની ટેવ હોતી નથી પણ અમુક વ્યક્તિઓને દરરોજ સાંજે કંઇકને કંઇક નાસ્તો કરવાની ટેવ હોય છે જ અને તે વ્યક્તિઓના વજનમાં પણ વધારો થતો હોય છે પણ જો સાંજના નાસ્તામાં યોગ્ય વસ્તુ પસંદ કરવામાં આવે તો તમે નાસ્તો કરો છતાં પણ તમારા વજનમાં ફેર પડતો નથી તો તેવા સમયે સાંજના સમયે જુદા જુદા ફણગાવેલા કઠોળ નાસ્તામાં લઈ શકાય છે 


- રાત્રે જમવાનું સમયસર જમી લેવું જોઈએ અમુક લોકો રાત્રે મોડા જમતા હોય છે અને પછી તરત સૂઈ જતા હોય છે તેનાથી મેદસ્વીપણું એટલે કે વજન વધી જતું હોય છે માટે જમવાનું  સાંજના આઠ વાગ્યાની આસપાસ અથવા તો 7:00 થી આઠ વાગ્યાની વચ્ચે જમી લેવું જોઈએ સાંજના જમવા માં હળવો જ  ખોરાક લેવો જોઈએ ખીચડી દાળ ભાત જેવો હળવો ખોરાક આપણે પોતાને પસંદ કરવો જોઈએ રાત્રે ઉજાગરો કરવો નહીં 


NEW NEW 

હું free માં કોર્સ આપું 3 મહીનાનો

ફેર લાગે તો બીજા 3 મહિના apply કરવો1. અત્યારે જમો છો એનાથી અડધું  જમવું અને સાથે કાચું સલાડ જમવું


2.સવારે હેવી નાસ્તો બંધ. માત્ર કોઈ એક fruit ખાવું હોય એટલું અથવા કોઈ પણ કઠોળ બાફેલું કે પલાળેલું. Dry fruit લઈ શકાય.3. રોજ સવારે ભૂખ્યા પેટે દૂધીનો જ્યુસ ના ભાવે તો (મરીયા,ફુદીનો, લીંબુ એડ કરી શકાય)


4. પેકેટ અને બહારના નાસ્તા સદંતર બંધ


5. તેલ અને ગળ્યું. સાવ ઓછું કરવુ. ના ખાવ તો વધારે સારું.


6. ઘઉં અને ખાંડનું પ્રમાણ સાવ ઓછું. ઘઉં વજન વધારે. ભાખરી અને રોટલી ખાતા હોય એનાથી અડધી કરવી


7. સાંજે કોઈ નાસ્તો નહીં. ફ્રુટ લઈ શકાય.


8. રાત્રીનું એકદમ હળવું. હેવી કઈ જ નહીં. ઈચ્છા થાય તો ટેસ્ટ પુરતું કયારેક.


9.રોજ સવારે 2 km અને સાંજે 3 km વોકિંગ. દોડી શકો. કસરત કરી શકો. સાયકલ પણ ચલાવી શકો.


https://www.anjonews.com/2021/07/blog-post.html
વજન ઘટાડવા માટે તમારે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ તેની ટીપ્સ